Jaininformation.com - A Portal of Shri Shwetambar Murtipujal Jain Samaj.....
Home News Mahotsav Editorial Tirth Tirth Route Dharmshala Panjrapole Organisation Well Wisher
Appreiciation Shradhanjali Chaturmas Stories History Radhanpur History Gujarat News Ayurved
Laxmi Vidhikar Tours & Travels Minority Right Job Helpline Donation Sahyogi Sayahak Advertise
Faq Contact us Useful Link Useful Information
     

!! ત્રિદિવસીય મહોત્સવ !!

આચાર્ય શ્રી જગચ્ચંદ્રસૂરીશ્વરજીના શિષ્ય માનજિતવિજયજીના આયંબિલ તપની 100મી ઓળી નિમત્તે બુધવારથી જૈન સોસાયટી જૈન સંઘ ખાતે ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં બુઘવારથી ત્રિદિવસીય મહોત્સવ યોજાશે. ગુરૂવારે જીરાવલા પાશ્વપ્રભુની સંવેદના-સમૂહ આયંબિલ - સાંજે જિનાલયમાં આંગી મહાપૂજા અને શુક્રવારે 100 મી ઓળીનું પારણું યોજાશે.

પાસિલનું જીનાલય-નિર્માણ.

વિ.સ.1183માં વાદિદેવસૂરિજી મહારાજના ઉપદેશથી સિદ્ધરાજ જયસિંહે રાજવિહાર નામનું જિનાલય બનાવ્યું હતું. તેની આદિનાથ પ્રભુજીની પ્રતિમા પંચ્યાસી અંગુલની હતી. એકદા આરાસણ ગામનો રહેવાસી પાસિલ તે મંદિરે પૂજા કરવા આવ્યો. પૂજા બાદ તે પ્રતિમાજીનું માપ લેવા લાગ્યો. તે વખતે નેવું લાખ સોનામહોરના સ્વામી છાડા શેઠની બાલવિધવા દીકરી હસુમતી ત્યાં ચૈત્યવંદન કરતી હતી પાસિલને પ્રતિમાજીનું માપ લેતો જોઈને તેણે પૂછયું,શું તમનેય આવી વિરાટ કદની પ્રતિમાજી ભરાવવાના ભાવ જાગ્યા છે? વ્યંગમાં બોલાયેલી આ વાણીને ગરીબ પાસિલે ગંભીરતાથી ઉપાડી લીઘી. તેણે કહયું હા... તેમજ છે. પણ તેની પ્રતિષ્ઠાવિધિ વખતે તમારે હાજર રહેવું પડશે. આમ કહીને પાસિલ ઘેર ગયો. તેણે દસ ઉપવાસ કરવાપૂર્વક અંબાજીની આરાધના કરી. તેમણે પ્રત્યક્ષ થઇને સોનામહોરોનું નિધાન બતાવ્યું. અને .....પાસિલની ભાવના પૂણૅ થઇ. તેવી જ પ્રતિમાવાળું જિનમંદિર બનાવ્યું. વાદિદેવસૂરિજી મહારાજના હસ્તે અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવી. ધમૅના ભાઈ તરીકે સ્વીકારેલા પાસિલના આ પ્રસંગે હસુમતી પણ હાજર રહી. ત્યારબાદ હસુમતીએ પણ નવ લાખ સોનામહોરનો જિનપ્રાસાદ બનાવ્યો.

જીન પ્રતિમાની ચોરી અને ખંભાત જૈન સંઘ.

જયારે ખંભાતના સ્તંભન પાશ્વૅનાથપ્રભુની મૂતિઁ ચોરાઇ હતી ત્યારે આખું ખંભાત ઉપવાસમાં બેસી ગયું હતું. તે વખતના અગ્રણી શેઠ કસ્તુરભાઇ અમરચંદ નવાબની પાસે ગયા.પ્રત્યેક ઘરની જડતી લેવાનું શરુ થયું. કોઇ સોનીને ત્યાંથી પ્રતિમાજી હેમખેમ મળી ગયા. ત્યાર પછી જ સમગ્ર ખંભાતે ઉપવાસ છોડયા. જૈન ઇતિહાસની ઝલકો. પં.ચન્દ્રશેખરવિજયજી મ.સા.

ઔરંગઝેબ અને શાન્તિદાસ શેઠ.

જયારે મોગલ બાદશાહ ઔરંગઝેબ હિન્દુઓનાં મંદિરો અને મૂતિઁઓનું ક્રૂરતાથી ભંજન કરતો હતો ત્યારે જૈન સંઘના આગેવાન શેઠ શાન્તિદાસ વૂઘ્દ્ધાવસ્થાનાં કષ્ટોની પરવા કયાઁ વિના દિલ્હી ગયા હતાં.બાદશાહને મોટું નજરાણુ વગેરે અપૅણ કરીને પ્રસન્ન કર્યા હતા અને શત્રુંજય આદિ અનેક તીર્થો તથા જિનમંદિરોને હાથ પણ નહીં અડાડવાનાં ફરમાનો સૂબાઓ ઉપર મોકલાવીને પાછા ફરયા હતા. આ તે જ ઔરંગઝેબ હતો કે જેણે પોતાના યૌવનકાળમાં અમદાવાદના સૂબા તરીકેની કામગીરી વખતે આ જ શાન્તિદાસ શેઠનું અતિ ભવ્ય જિનાલય રાતોરાત ખંડિત કરીને મસ્જિદમાં ફેરવી નાખ્યું હતું. શેઠ શાન્તિદાસ અને તેમના વંશવારસોએ વખતોવખત વણિકબુદ્ધિ વાપરીને પલટાતી જતી રાજકીય સ્થિતિઓમાં અઢળક સંપત્તિનો વ્યય કરીને પણ તીર્થો અને જિનમંદિરોની મોગલોનાં આક્રમણોમાંથી રક્ષા થતી રહે તે માટે પોતાની તમામ શકિત કામે લગાડી હતી. જૈન ઇતિહાસ ની ઝલકો. પૂ.પં. ચંદ્બશેખરવિજયજી મ.સા....

VASTUPAL AND TEJPAL

વસ્તુપાળ અને તેજપાળના જીવનની તવારીખ. વસ્તુપાળ અને તેજપાળ બંઘુઓએ પોતાના જીવનકાળમાં નીચે પ્રમાણે જીનાલયો વગેરે બંઘાવ્યા હતા. *1304 જિનમંદિરો *2300 જિનાલયોના જીણોઁદ્બાર.*સવાલાખ જિનબિંબો.*984 ઉપાશ્રયો.*700 પાઠશાળા.*3002 અજૈન મંદિરો.*700 મઠ.*રોજ 500 વેદપાઠી કુંટુબોને ભોજનવ્યવસ્થા.*દર વર્ષે ત્રણ વાર વિપુલ દ્બવ્યથી સંઘપૂજા.*64મસ્જિદ.*84 તળાવ.*634 વાવ.*700 કૂવા.*કુટુંબીની પાંચમ અને અગિયારસની આરાધના નિમિત્તના ઉજમણામાં પાંચ તથા અગિયાર નિધૅન જૈનોને લખપતિ બનાવ્યા.*સાત કરોડનાં વ્યયથી જ્ઞાનભંડારો.*સવૅ સિદ્ધાન્તની એકેકી નકલ સોનાની શાહીથી લખાવી.*તીથાઁધિરાજ શ્રીશત્રુંજય,ગિરનાર, આબુ ઉપર અબજોનો દ્રવ્યવયય.*અઢાર વષૅમાં કુલ વીસ અબજ તોંતેર કરોડ અને અઢાર લાખનું દ્રવ્યષ ધમૅમાર્ગે ખરચયુ. જૈન ઇતિહાસ ની ઝલકો. પૂ.પ.શ્રી ચંન્દશેખરવિજયજી મ.સા.

SHREE HIRVIJAYSURIJI

શ્રી હીરવિજયસૂરિજી શ્રી હીરવિજયસૂરીજીએ સ્વહસ્તે 160 દીક્ષાઓ આપી.160ને પંડિતપદ,સાત સાધુઓને ઉપાધ્યાય પદ એમ તેઓશ્રી લગભગ 2000સાધુઓ,3200 સાધ્વીજીઓનાં નાયક હતા. આ શિષ્ય સમૂહ પૈકી શ્રી વિજયસેનસૂરિજી,શ્રી શાંતિચંદ્બ, શ્રી સોમવિજય વગેરે મુખ્ય શિષ્યો હતા. શ્રી હીરવિજયસૂરીજીએ પોતાના જીવનમાં કરેલ તપશ્ર્ચ્યાઁ આ મુજબ છે.(1)એક દત્તી, એક દાણો લેવાય તે પ્રમાણે 3600 ઉપવાસ (2)ગુરૂદેવ દાનસૂરિના નિમિત્તે ઉપવાસ કરી ,એકાસણું પછી આયંબિલ એવી રીતે ક્રમ પ્રમાણે 13માસ સુઘી તપશ્ચયાઁ કરી.(3) 22માસ સળંગ આયંબિલ કર્યા,તે પછી(4) આયંબિલ ઉપવાસ પછી છઠ્ઠ પછી અઠ્ઠમ એવી રીતે ત્રણ માસ સુઘી તપશ્ચયાઁ કરી.(5) સૂરીમંત્રની વિધિપૂર્વક આરાધના કરી.(6) કરોડ ગાથા શ્ર્લોકનો સ્વાધ્યાય કર્યો.(7) વીશ સ્થાનકની વીસ વખત આરાધના કરી.(8) બે હજાર નિવિ.(9) એકાશી અઠ્ઠમ(10) સવા બસ્સો છઠ્ઠ કર્યા. તારક તીર્થોના તીરે રમણીય રામસણ.

પાસિલનું જીનાલય-નિર્માણ.

વિ.સ.1183માં વાદિદેવસૂરિજી મહારાજના ઉપદેશથી સિદ્ધરાજ જયસિંહે રાજવિહાર નામનું જિનાલય બનાવ્યું હતું. તેની આદિનાથ પ્રભુજીની પ્રતિમા પંચ્યાસી અંગુલની હતી. એકદા આરાસણ ગામનો રહેવાસી પાસિલ તે મંદિરે પૂજા કરવા આવ્યો. પૂજા બાદ તે પ્રતિમાજીનું માપ લેવા લાગ્યો. તે વખતે નેવું લાખ સોનામહોરના સ્વામી છાડા શેઠની બાલવિધવા દીકરી હસુમતી ત્યાં ચૈત્યવંદન કરતી હતી પાસિલને પ્રતિમાજીનું માપ લેતો જોઈને તેણે પૂછયું,શું તમનેય આવી વિરાટ કદની પ્રતિમાજી ભરાવવાના ભાવ જાગ્યા છે? વ્યંગમાં બોલાયેલી આ વાણીને ગરીબ પાસિલે ગંભીરતાથી ઉપાડી લીઘી. તેણે કહયું હા... તેમજ છે. પણ તેની પ્રતિષ્ઠાવિધિ વખતે તમારે હાજર રહેવું પડશે. આમ કહીને પાસિલ ઘેર ગયો. તેણે દસ ઉપવાસ કરવાપૂર્વક અંબાજીની આરાધના કરી. તેમણે પ્રત્યક્ષ થઇને સોનામહોરોનું નિધાન બતાવ્યું. અને .....પાસિલની ભાવના પૂણૅ થઇ. તેવી જ પ્રતિમાવાળું જિનમંદિર બનાવ્યું. વાદિદેવસૂરિજી મહારાજના હસ્તે અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવી. ધમૅના ભાઈ તરીકે સ્વીકારેલા પાસિલના આ પ્રસંગે હસુમતી પણ હાજર રહી. ત્યારબાદ હસુમતીએ પણ નવ લાખ સોનામહોરનો જિનપ્રાસાદ બનાવ્યો.

!! વાયડના દેરાસરમાં ચોરી. !!.

પાટણ જિલ્લાનાં સરસ્વતી તાલુકાનાં વાયડ ગામની મઘ્મમા આવેલ 90 વર્ષના પ્રાચિન શ્રી સંભવનાથ ભગવાનનાં જિનાલયના તાળા તોડી શુક્રવારની રાત્રે દેરાસરમાંથી 28000₹ રોકડ-ચાંદીના 3 મુગટ - પંચઘાતુની મૂર્તિ અને પંચઘાતુની અષ્ટમંગળની પાટલી વગેરે મળી 2.48 લાખની મત્તાની ચોરી થઇ છે.

Radhanpur Bhoyrasheri

રાઘનપુર ભોંયરાશેરી મઘ્યે શ્રીમહાવીરસ્વામી જીનાલયે 25 વષૅ પછી આ ચૈત્રસુદ એકમથી અખંડ દિપકની શરુઆત થઇ છે. આ માટે ગાયનુ ખાતરીવાળું શુઘ્ઘ ઘી વાપરવામાં આવે છે તેમ શ્રીપાલભાઇ મસાલિયાએ જણાવેલ.

શંખેશ્વરમા આયંબિલની ઓળી

શંખેશ્વરમાં આગમમદિંરમા ઓળી મા 2000 તપસ્વી છે


« Previous | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | Next »
SPONSOR LINK
     
       
Jaininformation.com provides information about their Culture, Communty, tradition and Many More....
   © 20014-15 www.jaininformation.com invisible webstats for website Website Design by MBTIndia.com
DISCLAIMER 
All the contents of this web portal are only for general information or use although all efforts have been made to ensure that the content on this portal is accurate and up to date, The portal does not represent or endorse the accuracy, completeness or reliability of any advice, opinion, statement advertise or information displayed, uploaded or distributed through portal.

Certain content of this portal is contain material submitted by third party or their website. User are advise to verify/check the correctness of content & obtain appropriate professional advice before acting on this information provided by portal. The content of the portal should not be constructed as a statement of law or used for any legal purpose.

Owner of portal will not be liable in relation to the content of, or used of or otherwise in connection with this portal for any direct or indirect loss.

The copyright & ownership of all posted content of third party on this portal belong to their respective website only. If any contact is violating copy right and you want us to remove that content kindly contact us.